SAFTEAM GUJARAT (HuzaifaPatel)

My photo
भारतिय समाजके लिये संघर्ष करना हमारा मुल लक्ष्य हे,

Monday, 13 December 2021

આપનો આભારી કાવી સરપંચ.

 શાંતિ શંદેશ...


મારાં વ્હાલા કાવી ગામનાં તમામ નાત જાત તેમજ તમામ સમાજના મારાં પ્રિય થી અતિપ્રિય નાગરિકોને મારી ખુબ નમ્રતા પૂર્વક અને દિલી અરજ છે. કે આપણા કાવી ગામમાં ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે.
અને મારાં વ્હાલા ગામના શાંતિ પ્રિય વાતાવરણનેં ડોહરાવીને તેમજ ગામની શાંતિ એકતા અને ભાઈચારાનેં ભંગ કરીને ગામના વિકાસની ગતિ નેં ક્ષતી પોહચાડવાની તેમજ ગામના ભાઈચારાનેં ધ્વસ્ત કરીને ગામમાં અશાંતિ તેમજ અરાજકતા ફેલાવવાની સાજીસો ચાલી રહી છે.. તેમજ અમુક વિઘ્ન શંતોષી તત્વો દ્વારા મારાં વ્હાલા ગ્રામજનોની સુખ શાંતિ અને સમૃદ્ધિ નેં વેડફી નાખવાની નાપાક કોશિશો ચાલી રહી છે. તેવા કપળા અને કટોકટી ભર્યા સમયમાં હું મારાં વ્હાલા તમામ ગ્રામજનોને તેમજ દરેક જ્ઞાતિ અને સમાજના લોકોને નમ્રતા પૂર્વક દિલથી અરજ કરું છું કે. મહેરબાની કરીને ચૂંટણીના આવેશમાં તેમજ વિઘ્નશંતોષી તત્વોના બેહકાવામાં આવીને મારાં કોઈ પણ ભાઈ બહેનો તેમજ મારાં બુઝુર્ગો અને માતાઓએ ચૂંટણીને લઈને અંદરો અંદર જગડવું નહિ. કે પોતાની શાંતિ ભંગ કરવી નહિ...તેમજ આ ચૂંટણીને કારણે પોતાના ભાઇઓ... મિત્રો... સગાઓ... કુટુંબીઓ... તેમજ પડોશીઓ સાથે ભૂલથી પણ કોઈપણ જાતનો વ્યવહાર બગાળવો નહિ તેવી મારી મારાં વ્હાલા કાવી ગામના વ્હાલા નાગરિકોને મારી દિલથી આજીજી અને ખુબ નમ્રતા પૂર્વકની વિનંતી છે...
આ ચૂંટણી કાલે પતી જશે. પણ આ ચૂંટણીને કારણે પોતાના ભાઈ... મિત્ર... કુટુંબી... કે સગા સમ્બન્ધી... સાથે બગડેલા સંબંધો નેં સુધારવામાં અને આ સંબંધોમાં ફરી એ મીઠાસ લાવવામાં વર્ષો નીકળી જશે. માટે મારાં વ્હાલા ગ્રામજનોને ફરી એકવાર હું દિલના અંતઃકરણ થી ખુબ આજીજી અને નમ્રતા પૂર્વક અરજ અને વિનંતી કરું છું કે વધેલા 5/7 દિવસમાં ખુબજ સંયમતા અને વિવેકતા અને ધીરજનો ઉપયોગ કરીને સાવધાની અને સમજદારી પૂર્વક તમારા બગડતા સંબંધો નેં જારવી રાખીને આપણા ગામની એકતા ભાઈચારો અને શાંતિને બરકરાર રાખજો... અને એક સાચા અને સારા નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવજો...અને ગામમાં અરાજકતા અને અશાંતિ ફેલાવનારા વિજ્ઞશંતોષી તત્વોથી સાવધાન રેહજો... અને તા.19/12/2021 નાં રોજ કોઈના પણ સડયંત્રો કે સાજીસો કે ખોટા પ્રલોભનોમાં આવ્યા વગર શાંતિ સલામતી અને સ્વખુશીથી પોતાના સ્વતંત્ર અધિકારોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને એક પ્રામાણિક અને જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજને નિભાવીને ગામના વિકાસ અને અને ગામની શાંતિ... સલામતી... ભાઈચારો અને એકતાની મિશાલ બનીને પોતાના સ્વતંત્ર અધિકાર નો વધુમાં વધુ ઉપયોગ કરીને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ પોતાના તેમજ પોતાના ગામના હિતમાં વધુમાં વધુ મતદાન કરીને એક જાગૃત નાગરિક હોવાનું ઉદાહરણ બનીને દેશ અને દુનિયાને એક અમૂલ્ય શંદેશ પાઠવજો...
સડયંત્રોના ભાગરૂપે કેટલાક ભીંતપત્રો કે પરચાઓ "ભૂલસો નહી, ચૂકશો નહી" જેવા ટાઇટલોથી સોશિયલ મીડીયામા ફેલાવાય છે જેનાથી ભરમાવાના કોઇ જરૂર નથી
અંતમાં જણાવવાનુંકે જાણ્યે અજાણ્યે મારાથી કોઈ ભૂલ કોટાહી કે ગેરસમજ ઉભી થઇ ગયી હોય અને જેના કારણે મારાં ગામના મારાં કોઈપણ ભાઈ.. બહેન.. માતા.. કે વડીલનું મન દુભાયું હોય તો હું આપ સૌવ ગામવાસીઓની દિલથી માફી ચાહું છું...અને આપ સૌવથી આશા પણ રાખું છું કે આપ સૌવ મારાં દ્વારા અંજાણે થઇ ગયેલી કોઈપણ ભૂલ કે જેના કારણે આપનું મન દૂખ્યું હોય તે બદલ માફ કરશો... અને અત્યાર સુધી મને આપની સેવા કરવાનો મોકો આપીને મને આપનો આભારી બનાવ્યો અને અગાઉ પણ મને આપ આપસૌવની સેવા કરવાની ફરીવાર એક અમૂલ્ય તક આપીને મનેં આપનો ઋણી બનવાનો મોકો આપીને આપનો આભારી બનાવશો... 🙏


🙏આભાર 🙏

લી.
આપનો આભારી કાવી સરપંચ. 🙏

No comments:

Post a Comment