દરેક ધર્મમાં એવા નાલાયક લોકો હોય છે જે ભોળી ભાલી જનતાને બેવકૂફ બનાવે છે, મુસલમાનોં અન્ય ધર્મના બાબાઓ ને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરે છે, પણ આપણાં સમાજમાં ધર્મના નામ પર નાટક કરતા બાબાઓ,પિરો,મુલ્લાઓ આવા ટેકનોલોજી ના સમયમાં પણ લોકોને બેવકૂફ બનાવી લેતા હોય તો આપણાં સમાજના 4 થી 5 % દિની + દુનિયાનું એજ્યુકેશન લીધેલ લોકો માટે એક સવાલ બને છે કે તમારું ઇલ્મ ફકત સમાજમાં સમ્માન મેળવા માટે લીધેલ છે????
આવી અંધ ભકતી અને આવો અંધવિશ્વાસ કરવો ઇસ્લામમાં સદંતર મનાઈ નો હુકમ છે બલકે ઘણા કામોમાં ગુનોહ પર બતવવામાં આવેલ છે....
આવા બાબાઓ જો કરામતો ખરે ખર કરતા હોય તો મુસ્લિમ સમાજ ઉપર થતા અત્યાચાર, અન્યાય સામે પોતાની કરામત બતાવે..
આ સમાજને ધર્મના નામે ફિરકા માં અને સખ્સિયત પરસ્તી ની ગુલામીમાં તેના અસ્લ દિનથી દૂર કરેલ છે, બાબાઓ,શુફીઓ, મુલ્લાઓ જેઓ કરામતો નો દાવો કરીને ઇન્સાનિયત ને બેવકૂફ બનાવવાનું કામ તો કરે છે, પણ સાથે કુદરત ને બેવકૂફ સમજે છે કે કુદરત તેનો હિસાબ નહી લઈ શકે , તેવી માનસિકતાના લોકો આવું ઇસ્લામ વિરોધી અને અ માનવીય અને કાયદા વિરોધ કામ કરી રહેલ છે.
ઘણા કહેવતા મુસ્લિમ આ પોસ્ટ વાંચીને વિચાર કર્યા વગર 100 ફૂટ ઉછળશે ....
પોસ્ટ કરવાનો મકસદ એજ કે આવી બીમારીથી પોતાને અને સમાજને બચાવો....
ફરી એકવાર હોસ્પિટલ બંધ કરી દેવી જોઈએ????
એક વાત યાદ આવી ગઈ કોરોના સમય આવા બાબાઓ અને પીરો શુફિયો ક્યાં છુપાય ગયા હતા. 😃
મુસ્લિમ સમાજ સમાજીક,આર્થિક,રાજકીય,એજ્યુકેશન લાઈનમાં કેમ પાછળ છે? જેનું મુખ્ય કારણ છે આ સમાજને તેના ધાર્મિક લોકોએ. તદબિર ભુલાવી તકદીર ઉપર છોડી દીધેલ છે.
કિરદાર ભુલાવી કરામત સાથે જોડી દીધેલ છે.

No comments:
Post a Comment