SAFTEAM GUJARAT (HuzaifaPatel)

My photo
भारतिय समाजके लिये संघर्ष करना हमारा मुल लक्ष्य हे,

Wednesday, 23 August 2023

ગામ પંચાયત અને જાગૃતિ.

*મિત્રો, સરપંચ બનતા પેહેલા થોડું જરૂર વાંચજો......

હું,પૂર્વ યુવાસરપંચ, આપને થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું.  

                                   સદીઓથી આપણા પૂર્વજો આપણા આ ગામમાં હળીમળીને રહ્યા હતા, સાથે મળીને દિવાળી, હોળી, શિવરાત્રી, જન્માષ્ટમી જેવાં તહેવારો ઉજવતા હતા અને આપણને સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો આપ્યો. આપણા હાલના વડીલો સંપીને રહેતા હતા અને દાન-ધર્માદો ઉઘરાવી ગામના બાળકો માટે બાલમંદિર, શાળા, દવાખાનું, મંદિર વગેરે બંધાવ્યા છે. 

પરંતુ, આજે આપણા આ ગામની હાલત કેવી છે?  
★ ઠેર ઠેર દારુની દુકાનો, 
★જુગારના અડ્ડા, 
★દારૂને લઈને 
★કથળતું શાળાનું શિક્ષણ  
★સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર
★ખાડે ગયેલો પંચાયતનો વહીવટ 
★ગામના વિકાસ માટે મળતી સરકારી ગ્રાન્ટમા ચોરી 
★ સીધા સાદા માણસોને હેરાનગતિ  

               ગેરકાયદેસર હોવા છતાં દારૂના અડ્ડા તો કાયમ ચાલતા જ રહે છે, પણ જ્યારે ચુંટણી આવે ત્યારે એમાં મોટો ઉછાળો આવે છે. ચુંટણી લડનારા ઉમેદવારો દારૂડીયા, જુગારીયા, ગુંડા અને બદમાશ લોકોનો સાથ લઇ ગામલોકોને દારૂ અને પૈસાની લાલચ આપી ચુંટણી જીતવાના પેતરા રચે છે. ના સમજે એને ગુંડાઓ દ્વારા ધમકી પણ અપાય છે. 

    આપણો બધાનો અનુભવ છે કે દર નવી ચુંટણી સમયે દારૂડીયા, જુગારીયા, ગુંડા અને બદમાશોનું પ્રભુત્વ વધતું જ જાય છે અને ગામલોકો વધુ ને વધુ ગરીબ, દુખી અને બરબાદ થતાં જાય છે. 

ચુંટણી શા માટે ?

■ગામના ભલા માટે, વિકાસ માટે, નેતૃત્વ માટે ગામલોકો ભેગા મળી લાયક, નિષ્ઠાવાન નાગરિકની નિમણુંક કરે, એ વાત જ આખી ભૂલાઈ ગઈ છે.
■લાખો રૂપિયા ખર્ચીને ચુંટણીમાં જીતીને આવનાર ઉમેદવાર ગામલોકો ને લૂંટી, ગામલોકો માટેની સરકારી ગ્રાન્ટની ચોરી કરી કરોડો રૂપિયા ઘરભેગા કરે છે.
■અને આ બધું નેતાઓ, સરકારી અધિકારીઓ અને ગુંડાઓ બધા ભેગા મળીને કરી રહ્યા છે. 

        શું આપણે આ બધું રોકી ના શકીએ ? ચોક્કસ રોકી શકીએ છીએ. 

કેવી રીતે ?

1. આપણે ગામલોકો ચુંટણી દ્વારા ગામના ઈમાનદાર, શિક્ષિત અને નિષ્ઠાવાન નાગરિકોને નેતૃત્વની જવાબદારી આપીને
2.ભ્રષ્ટાચારી, વ્યભિચારી, ચોર, ગુંડા, બદમાશોને જાકારો આપીને અને બહિષ્કાર કરીને. 

 3.આપણે એ પણ કરી શકીએ કે ચુંટણી પહેલા સમગ્ર ગામ ભેગું મળી ગામના ઈમાનદાર, શિક્ષિત અને નિષ્ઠાવાન નાગરિકોની પસંદગી કરીએ. 

4.આનાથી ના ચુંટણી લડાશે, ના ગામમાં ઝગડા થશે, ના દારૂડીયા, જુગારીયા, ગુંડા અને બદમાશો પાછળ પૈસા ખર્ચાશે. 

                   ગામને સારા અને સક્ષમ લોકોની સેવાનો લાભ મળશે. ભ્રષ્ટાચાર બંધ થશે અને નેતાઓ, સરકારી અધિકારીઓ અને ગુંડાઓની મીલીભગતથી થતી લૂંટ બંધ થશે, જેનો ફાયદો આપણને જ મળશે.

            ઉપરથી સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતની યોજના હેઠળ લાખો રૂપિયાની વધારાની મદદ મળશે. 
આપણા ગામની એકતા જળવાશે અને ગામ વિકાસ તરફ આગળ વધશે.  

                  💐શું તમે તૈયાર છો ? 💐

>તો આજે જ તમારા મિત્રો અને કુટુંબીઓ સાથે ચર્ચા કરો અને લાગી પડો ચુંટણી પહેલાં સર્વસ્વીકૃત ઉમેદવારોની શોધમાં. 
> ગામ ની એકતા માં જ મહાનતા છે. 

>જે લોકો ચુંટણી લડી ગામની એકતા થવા દેવા માંગતા નથી તેવા ગામશત્રુઓને ઓળખી લો અને ભેગા મળી સામનો કરો. 

>ચુંટણીમાં બદમાશોને જાકારો મતલબ ગામલોકોની એકતા, સુખ અને શાંતિમા વધારો. 

>ચુંટણીમાં સજ્જન અને શિક્ષીત માણસોને આવકારો મતલબ શિક્ષણ, રોડ, પાણી, વીજળી, સરકારી સહાય જેવી સગવડો અને ખેતી, રોજગારી, મહિલાઓની સુરક્ષામાં વગેરેના સુધારો. 

                  તમે મદદ કરશોને ? 
           મને તમારા પર પુરો ભરોસો છે.

જો તમે ખરેખર ગામનો વિકાશ ઇચ્છતા હોય તો આવો આપણે સાથે મળીને ગામનું ગૌરવ પાછું મેળવીએ.  

🙏🙏🙏🙏🙏🙏🙏

આપણા ગામને પ્રમાણિક અને નિષ્ઠાવાન નાગરિકોના જ્ઞાન અને સેવાઓનો લાભ મળે તે માટે સરપંચ અને પંચાયત સદસ્યના હોદ્દા માટે યોગ્ય નાગરીકોની ચુંટણી
કરવાને બદલે ગામલોકોની સહમતીથી નિમણુક કરવી જોઈએ. લાયક ઉમેદવાર પાસેથી નીચેની બાંહેધરી લેવી જોઈએ.

સરપંચ/ પંચાયત સદસ્યના ઉમેદવારનું બાંહેધરીપત્ર

હું નામે, _____________________________________________________
આપણા ગામ ________________ તા. ____________ જી. _____________ ની ગ્રામ
પંચાયતના સરપંચ / સદસ્યના હોદ્દાએ સેવા આપવા માટે ઈચ્છુક છું.

હું મારા માતા-પિતાની અને ઈશ્વરની સોગંધ ખાઈને બાંહેધરી આપું છું કે જો
મારી આપણા ગામની ગ્રામ પંચાયતના સરપંચ / સદસ્યના હોદ્દા પર નિમણુંક
કરવામાં આવશે તો –

૧) હું મન, વચન અને કર્મથી ગામના તમામ લોકોના સુખ, સ્વાસ્થ્ય, એકતા,
ભાઈચારા અને પ્રગતિ માટે નિસ્વાર્થપણે સેવા કરીશ.
૨) પંચાયતની ચૂટણીમાં થતા વિવાદોથી ગામને બચાવવા માટે હું સમરસ ગ્રા પંચાયતની રચનાનું સમર્થન કરું છું.
૩) જો મારી ઉમેદવારીને કારણે સમરસ પંચાયતની રચના શક્ય નથી તો સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા અપાતી દાન/અનુદાનની રકમના નુકશાન પેટે હું રૂ. ૫,૦૦,૦૦૦ (અંકે પાંચ લાખ) ચુંટણીનું ઉમેદવારીપત્ર ભરતા પહેલાં ગ્રામ પંચાયતમાં જમા
કરાવી દઈશ.
૪) હું મત મેળવવા માટે કોઈ જ નાગરિકને લાલચ અથવા ધાક ધમકી આપીશ નહિ.
૫) હું પ્રતિજ્ઞા છું કે હું દારુ પીશ નહિ, જુગાર રમીશ નહિ અને ગામલોકોને
બરબાદ કરતી દારુ અને જુગાર જેવી બદીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટ હું આગેવાની લઈશ.
૬) હું ગામની ગૌચરની જમીન, નદી, તળાવ, વૃક્ષો, પાણી જેવી કુદરતી સંપદાન ગેરકાયદેસર ચોરી / બગાડ કરનાર સામે સખ્ત કાયદેસર કાર્યવાહી કરવા માટે હું
આગેવાની લઈશ.
૭) હું કોઈ ગેરરીતી અને ભ્રષ્ટાચાર કરીશ નહિ અને અન્ય કોઈને કરવા દઈશ નહિ.
૮) હું ગામના તમામ વર્ગના લોકોને જાતી કે ધર્મ કે ઊંચ-નીચના ભેદભાવ વિના
પંચાયત દ્વારા અપાતી સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ અપાવીશ.
૯) હું ગામના તમામ લોકો માટે પીવાનું પાણી, રસ્તા, ગટર અને સ્ટ્રીટ
લાઈટની વ્યવસ્થા કરીશ.
૧૦) હું આપણા ગામને ૧૦૦% શિક્ષિત બનાવીશ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્ન કરીશ.
૧૧) ગામલોકોને સરકારી દસ્તાવેજોની નકલ પંચાયત કચેરીમાં જ મળી રહે તેવી
વ્યવસ્થા ગોઠવીશ.
૧૨) હું આપણા ગામમાં સુંદર બગીચો, કૌટુંબિક પ્રસંગો / તહેવારો ઉજવવા માટે
કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ, સ્મશાન વગેરે જરૂરીયાત અનુસાર
બનાવડાવીશ.
૧૩) હું દર મહીને નિયમિત રીતે ગામના વિકાસના કામોના આયોજન માટે પંચાયતન કારોબારી સભ્યોની મીટીંગમાં હાજર રહીશ અને દરેક મીટીંગના ઠરાવોની નકલ તેમજ ગ્રામ પંચાયતના માસિક હિસાબો ગામલોકો સમક્ષ રજુ કરીશ.
૧૪) હું સરકારના નિયમ અનુસાર દર ત્રણ મહીને જાહેર ગ્રામ સભા બોલાવીશ અન ગામના વિકાસ માટે તમામ ગામલોકોનો સહકાર લઈશ.
૧૫) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબો વર્ષ પુરું થયાના ૯૦ દિવસમાં તૈયાર
કરી તેની નકલ ગામ લોકો સમક્ષ રજુ થાય તેવી વ્યવસ્થા ગોઠવીશ.
૧૬) હું આપણા ગામના વિકાસમાં ગામલોકોને સહભાગી બનાવવા માટે ગામના યુવાનો, સ્ત્રીઓ અને અનુભવી વયસ્કોથી બનેલ સમિતિઓ જેવી કે રમતગમત, સ્વચ્છતા,
શિક્ષણ, ખેતી, જાહેર તહેવારો, પુસ્તકાલય, રોજગારી, કુદરતી સંપદા, ગૌચર વિકાસ, વગેરે ગ્રામ સભાના માર્ગદર્શન અને સહકારથી બનાવીશ.
૧૭) સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓની માહિતી તમામ
ગામલોકોને દર સપ્તાહે નિશ્ચિત દિવસ/સમયે મળે તે માટેની વ્યવસ્થા ગોઠવીશ.
૧૮) જો હું મારી ફરજો બજાવવામાં બેદરકારી દાખવું કે કોઈ ગેરરીતિ આચરતાં અથવા છાવરતા પકડાઉં, તો તાત્કાલિક અસરથી હું પોતેજ હોદ્દા પરથી રાજીનામું આપી દઈશ અથવા ગ્રામસભા દ્વારા બહુમતીથી મને બરખાસ્ત કરવાની સંમતિરૂપે હું આ બાંહેધરીપત્ર પર સહી કરું છું.

ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિના પ્રતિક એવા આપણા ગામની સેવામાં સમર્પિત,

ઉમેદવારનું નામ:    
ઉમેદવારની સહી:
તારીખ:

સાક્ષીનું નામ:
સાક્ષીની સહી:
તારીખ:

આવનાર ગ્રામ પંચાયતની ચુંટણીમા ભ્રષ્ટાચારીઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરીએ અને સારા નાગરિકોને ગામની સેવા કરવાનો મોકો મળે એ માટે આ મેસેજ ને ફોરવડઁ કરો 🙏🏻🙏🏻🙏🏻 

ભ્રષ્ટ્રાચાર મુક્ત ગામ

🙏🏾🙏🏾🌹🙏🏾🙏🏾 ગુજરાત ના દરેક ગામમાં રહેતા ગુજરાતી યુવાનને મેસેજ કરો.🙏🏾🌹🙏🏾

No comments:

Post a Comment