મુસ્લિમ સમાજ માટે સક્રિય સામાજિક કાર્યકર્તા અને મીડિયા કર્મીઓ જેઓ સમાજની વર્તમાન અલગ અલગ પરિસ્થિતિમાં પોતાની ભૂમિકા ભજવી રહેલ છે, જેઓ હાલ પોતાના જીવનના લાંબા અને *અગણિત પ્રયાસ કરવામાં આર્થિક ભિસામણમાં ચાલી રહેલ છે,* જેમાં ઘણા મુસ્લિમ સમાજ માટે નિસ્વાર્થ મેહનત કરી રહેલ છે. જેમના કાર્યો માટે સમાજ આર્થિક મદદ નહિ કરે તો *વિચારો આગળ મુસ્લિમ સમાજ ક્યાં પોહચી શકે છે .*
ઇસ્લામના પેહલા ખલીફા હજરત અબુબકર સિદ્દીક ર. અ. જેમણે સરકારે દોઆલમ સ. અ. વ. ના દુનિયાથી પરદો ફરમાવી ગયા બાદ મુસ્લિમ સમાજ માટે નેતવૃત્વ કરવા માટે ખલીફા બનીયા પણ તેમણે *પોતાની જવાબદારી સંભાળતા પેહલા મુસલમાનો ને આહવાન કરીયું કે હું ત્યારેજ મારી સંપૂર્ણ ખિદમત આપી શકું* જ્યારે માલે ગનીમત માથી એક હિસ્સો મરા પરિવાર માટે નક્કી કરવામાં આવે. *ખુલાસો હદીસ નંબર ૨૦૭૦ ના હવાલાથી લખેલ છે.*
હવે વિચારો જ્યારે ઇસ્લામના પેહલા ખલીફા પોતાના પરિવાર માટે મુસલમાનો ને માલે ગનીમત માથી નિર્ધારિત રકમ માટે આપણાં સામે એક મોટો મેસેજ આપી રહ્યા છે, તો આવા કપરા સમયે જ્યારે ભારતના મુસલમાનો સામાજિક અન્યાય અને ઘણા વિવાદોનો સામનો કરતા હોય ત્યારે પોતાની ફર્ઝ સમજી પોતાની ઈચ્છાથી સમાજ માટે પોતાનાથી બનતા પ્રયાસ કરતા હોય ત્યારે શું સમાજ આવા નીડર બાહોશ અને સમાજના સાહસીક યુવાનો માટે પોતાની હલાલ કમાઈ માથી નાની રકમ નથી આપી શકતા ❓ઘણા મુસ્લિમ એક્ટિવિસ્ટ અને પત્રકાર આજે આર્થિક ભિસામણમાં ચાલી રહેલ છે, જેમના હોસ્લા પસ્ત થઈ રહેલ છે. જેમના કાર્યોને અને તેમના હાથ મજબૂત કરવા માટે સમાજ માથી ૧૦% લોકો નાની નાની રકમ આપવા માટે તૈયાર થાય તો ઘણા કામો મજબૂતી સાથે મુસ્લિમ સમાજ માટે આગળ વધી શકે છે.
*આપનો વિશ્વાસુ.*
✒️ Huzaifa Patel
Dedicated Worker
Wh. 9898335767

No comments:
Post a Comment